ગિરનાર પર આજે વાતાવરણ અને પવન સ્થિર થતા ત્રણ દિવસ બાદ રોપ વે પુનઃ શરૂ કરાયો

જૂનાગઢમાં આવેલ ગીરાનાર પર્વત પર છેલ્લા ત્રણ દિવસથી ખરાબ વાતાવરણ અને ભારે પવનને લઈને રોપ વે બંધ રખાયો હતો જયારે આજે સવારથી વાતાવરણ અને પવન સ્થિર થતા રોપ વે પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો તથા પરિક્રમા રદ્દ થતા આજે ગિરનાર પર્વત પર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જયારે અમુક ભાવિકો દ્વારા પરિક્રમા ચાર દિવસ નહિ પણ માત્ર એક દીવસ માટે ચાલુ રાખવા જણાવ્યું હતું