જૂનાગઢ જીલ્લામાં ૧૦૮ ઈમરજન્સી અને ૧૦ર ખીલખીલાટ સેવાનાં ઓપરેશન હેડએ સમિક્ષા મુલાકાત કરી
જૂનાગઢ તા. ર૮
ગુજરાત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અને ૧૦ર ખીલખીલાટ સેવાનાં હેડ શ્રી સતિષ પટેલ દ્વારા તાજેતરમાં જૂનાગઢ જીલ્લામાં ઈમરજન્સી આરોગ્ય સેવાઓ તથા અન્ય પ્રોજેકટોની સમિક્ષા માટે મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમ્યાન ઓપરેશન હેડ સતિષ પટેલે રીસ્પોન્સ ટાઈમ અને દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમજ સંભાળની સેવાઓનું મુલ્યાંકન કર્યુ હતું તેમજ ૧૦૮નાં જીલ્લા અધિકારીઓ, પેરામેડીક (ઈએમટી) અને પાયલોટ તેમજ ખીલખીલાટનાં કેપ્ટન સાથે ચર્ચા કરીને પાયાનાં સ્તરે આવતી સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ અન્ય પ્રોજેકટોની સમિક્ષા કરી હતી તેમજ ઈમરજન્સી સેવાઓને વધુ મજબુત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.


