રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું આખરે ગોંડલ કોર્ટમાં સરેન્ડર- જૂનાગઢ જેલ ખાતે મોકલવા આવીયા
પોપટ સોરઠીયા હત્યાકેસમાં ગોંડલ કોર્ટમાં હાજર થતા, કોર્ટ પરિસરમાં તેમના સમર્થકો ઉમટ્યા હતા. ગોંડલ કોર્ટમાંથી જૂનાગઢ જેલ ખાતે મોકલવા આદેશ કરાયો.
ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત અપાયા બાદ હટાવી લેવાઈ હતી. ત્યારે આજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા ની ફરજ પડી હતી. ત્યારે આજે બપોરે 3 વાગ્યે ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ગોંડલ કોર્ટના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર. એસ. રાઠોડની કોર્ટમાં હાજર થયા હતા. જાડેજાના કોર્ટમાં હાજર થતાંની સાથેજ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હતો. ગોંડલની કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવા આદેશ કર્યો હતો.


