જાે ભારત સામેની મેચ પાકિસ્તાન નહીં રમે તો ૩પ મીલીયન ડોલરનું નુકશાન અને કાનૂનિ કાર્યવાહીનો સામનો કરવો પડશે

આઈસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી દીધી

જાે ભારત સામેની મેચ પાકિસ્તાન નહીં રમે તો ૩પ મીલીયન ડોલરનું નુકશાન અને કાનૂનિ કાર્યવાહીનો સામનો કરવો પડશે

(એજન્સી)            દુબઇ તા.૦૪:
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી છે કે ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે ્૨૦ વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવા બદલ તેને ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા, જીઓસ્ટાર તરફથી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
ઁઝ્રમ્ ના એક સૂત્રએ જણાવ્યું હતું. પાકિસ્તાને તેની સરકારના નિર્દેશ પર, ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે, પરંતુ હજુ સુધી ૈંઝ્રઝ્ર ને તેના ર્નિણયના કારણોની ઔપચારિક જાણ કરી નથી.
પીટીઆઈએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આઈસીસી પાકિસ્તાનના ર્વાષિક આવક હિસ્સા (આશરે ૩૫ મિલિયન ડોલર) ને રોકી શકે છે અને તે રકમનો ઉપયોગ બ્રોડકાસ્ટર્સને ચૂકવણી કરવા માટે કરી શકે છે.
પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ ગત અઠવાડિયે વડા પ્રધાન શાહબાઝ શરીફને આ મુદ્દા પર બ્રીફ કરતા પહેલા કાનૂની નિષ્ણાતોની સલાહ લીધી હતી, પરંતુ પાક. બોર્ડ હજુ પણ ગંભીર પરિણામો માટે તૈયાર છે.