ટ્રમ્પે ભારત-પાક. યુધ્ધમાં 11 વિમાન તોડી પડાયાનો નવો દાવો કર્યો

ટ્રમ્પે ભારત-પાક. યુધ્ધમાં 11 વિમાન તોડી પડાયાનો નવો દાવો કર્યો

(એજન્સી)    વોશિંગ્ટન તા.10:
ઓપરેશન સિંદુરમાં મે યુદ્ધ વિરામ કરાવ્યું નહીતર ભારત-પાક વચ્ચે અણુયુદ્ધ ફાટી નિકળ્યુ હોય તથા 11 વિમાનો તોડી પાડયા હતા તેવા દાવા ભુલી ગયા બાદ ફરી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યાદ આવ્યા છે. તુર્કીથી પરત ફરતા સમયે એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓને નોબેલ પારિતોષિક નથી મળ્યું તેનો પણ અફસોસ દર્શાવ્યો હતો તથા દાવો કર્યો કે મે 8 જેટલા યુદ્ધ અટકાવ્યા છે.  ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ભારત-પાકને અણુયુદ્ધે ચડતા અટકાવ્યા. જો કે તેઓએ આ યુદ્ધમાં પોતે અગાઉ 5-6 વિમાનો તોડી પાડયા હતા તેવા જે દાવા કર્યા તેમાં 11 વિમાનો તોડી પડયા હતા તેવો નવો દાવો કર્યો છે. જો કે કોણે કોના કેટલા વિમાનો તોડી પાડયા તેનો કોઈ ફ્રોડ પાડયો હતો તથા અણુયુદ્ધ અટકાવી 3 થી 5 કરોડ લોકોને બચાવવામાં પાક વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ યશ આપ્યો હતો.