ટ્રમ્પે યૂ-ટર્ન લીધો : જાપાન પર ટેરિફ રપ ટકાથી ઘટાડીને ૧પ ટકા કર્યો

ટ્રમ્પે યૂ-ટર્ન લીધો : જાપાન પર ટેરિફ રપ ટકાથી ઘટાડીને ૧પ ટકા કર્યો


(એજન્સી)  નવી દિલ્હી તા.૦૫ :
અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક મોટું પગલું ભર્યું અને જાપાની વાહનો અને અન્ય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાનો આદેશ જારી કર્યો. આ ર્નિણય જુલાઈમાં થયેલા કરારને અમલમાં મૂકવાનો એક ભાગ છે, જે અમેરિકા અને જાપાન વચ્ચે મહિનાઓની વાતચીત પછી થયો હતો. આ કરાર જાપાનના વિશાળ ઓટો ઉદ્યોગને રાહત આપશે અને અમેરિકામાં જાપાનના ૫૫૦ બિલિયન ડોલરના રોકાણ માટે માર્ગ મોકળો કરશે. આ આદેશ હેઠળ, જાપાની વાહનો પરના ટેરિફ વર્તમાન ૨૭.૫% થી ઘટાડીને ૧૫% કરવામાં આવશે, જે આ મહિનાના અંત સુધીમાં અમલમાં આવી શકે છે.
કેટલીક ટેરિફ રાહત ૭ ઓગસ્ટથી પાછલી અસરથી લાગુ થશે, એટલે કે, તે પહેલાની તારીખથી લાગુ થશે. જાપાનના વેપાર વાટાઘાટકાર ર્યોસેઈ અકાઝાવાએ આ કરારનું સ્વાગત કર્યું. આ તેમની ૧૦મી યુએસ મુલાકાત પછી શક્ય બન્યું.