ઈરાનનો પલટવાર - ટ્રમ્પ જુઠાણાની ફેકટરી યુરેનિયમ તો શું, યુરેનિયમની રાખ પણ નહીં મળે !!
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૮
અમેરિકા-ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. ઈરાન પાસેથી કોઈપણ ભોગે યુરેનિયમ હસ્તગત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને બુધવાર સુધીમાં સમજુતી ન થવા પર બોમ્બમારાની ધમકીએ વૈશ્વિક રાજકારણમાં ફરીવાર ગરમાવો લાવી દીધો છે. જોકે, ઈરાને પણ નમતું જોખવાને બદલે ટ્રમ્પના આ દાવાઓને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ટ્રમ્પને ‘જૂઠાણાંની ફેક્ટરી‘ ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, "યુરેનિયમ ટ્રાન્સફરની વાત તો ભૂલી જાવ, ઈરાન સામે આંખ ઉઠાવશો તો રાખ પણ નહીં મળે."
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડિયા પોસ્ટમાં ચેતવણી આપી કે જો અમેરિકા પોતાની નાકાબંધી ચાલુ રાખશે, તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે નહીં અને ત્યાંથી પસાર થવા માટે ઈરાનની પરવાનગી જરૂરી રહેશે.
જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ ેંજીઝ્રઝ્ર એ કહ્યું છે કે નાકાબંધી ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હટાવવાનો આદેશ ન આપે. ટ્રમ્પે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ઈરાન શાંતિ કરાર પર હસ્તાક્ષર ન કરે, ત્યાં સુધી નાકાબંધી હટશે નહીં.


