ઢાકામાં હિંસાની હોળી : શૂટ-એટ-સાઈટના આદેશ
આજે બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રીબ્યુનલ ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના કેસમાં ચુકાદો આપે તે પહેલા હિંસા ફાટી નીકળી
(એજન્સી) ઢાકા,તા.૧૭
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામેના ચુકાદા પૂર્વે આજે પાટનગર ઢાકા સહિતના શહેરોમાં ભયાનક હિંસા ફાટી નીકળી હતી જેને પગલે શુટ એટ સાઈટના ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. તોફાન-હિંસા દરમ્યાન શ્રેણીબદ્ધ બોંબધડાકા પણ થયા હતા. ભય-દહેશતનો માહોલ સર્જાયો છે.
બાંગ્લાદેશમાં સતા પરિવર્તન સર્જનારી હિંસાને હજુ માડ એક વર્ષ થયુ છે. ત્યાં આજે ફરી ભયાનક તોફાનો ફાટી નીકળ્યા હતા. ભુતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામેના કેસમાં આજે ટ્રીબ્યુનલનો ચુકાદો આપવાનો છે તે પુર્વે જ તોફાનો શરૂ થઈ ગયા હતા.
ઢાકામાં અનેક સ્થળોએ ક્રુડ બોંબના ધડાકા ઉપરાંત સુરક્ષા જવાનો તથા દેખાવકારો વચ્ચે ઠેકઠેકાણે અથડામણ થઈ હતી જેને પગલે શુટ સાઈટના ઓર્ડર જારી કરી દેવામાં આવ્યા હતા. બોંબ
ધડાકામાં વિગતો જાહેર થઈ નથી પરંતુ સમગ્ર પાટનગર ધ્રુજી ઉઠયુ હતું અને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
પાટનગર ઢાકા ઉપરાંત દેશના અન્ય અમુક શહેરોમાં પણ બોંબ બ્લાસ્ટ તથા વાહનો-ઈમારતોમાં આગજનીનાં બનાવો બન્યા હતા. વચગાળાની સરકારના સલાહકાર સૈયદ રિઝવાનનાં નિવાસસ્થાનની બહાર પણ બે બોંમ્બ ધડાકા થયા હતા.


