નશીલા દ્રવ્યોના સેવનને કારણે ભારતમાં પ્રતિવર્ષ 9 લાખથી વધુ લોકોના મૃત્યુ

દેશમાં 37 કરોડથી વધુ લોકો કોઈને કોઈ પ્રકારનો નશો કરે છે

નશીલા દ્રવ્યોના સેવનને કારણે ભારતમાં પ્રતિવર્ષ 9 લાખથી વધુ લોકોના મૃત્યુ

નવી દિલ્હી તા.20
દેશમાં કેટલા લોકો નશો કરે છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે તાજેતરમાં ભારતમાં નશીલા પદાર્થના ઉપયોગની માત્રા અને પેટર્ન પર રાષ્ટ્રીય સર્વે (2019) રિપોર્ટ બહાર પાડ્યો છે. અહેવાલ મુજબ, દેશમાં 37 કરોડથી વધુ લોકો કોઈને કોઈ પ્રકારનો નશો કરે છે. જેમાં 10 થી 75 વર્ષની વયના 16 કરોડ લોકો (14.6 ટકા) શામેલ છે જે હાલમાં દારૂનું સેવન કરે છે. આશરે 3.1 કરોડ લોકો ગાંજાનો નશો કરે છે. કુલ, 2.06  વસ્તી ઓપિઓઇડ (હેરોઈન, સ્મૈક, બ્રાઉન સુગર) નું સેવન કરે છે. 1.18 કરોડ લોકો  હાલમાં સિડેટિવ્સ એટલે શામક દવાઓ (બિન-તબીબી હેતુઓ માટે) સેવન કરે છે. જ્યારે 0.58 ટકા પુખ્ત વયના લોકોની તુલનામાં 1.7 ટકા બાળકો અને કિશોર ઇનહેલેંટ (પેઇન્ટ, થિનર, ગુંદર, માર્કર અને એરોસોલ સ્પ્રે) નું સેવન કરે છે. ભારતમાં દર વર્ષે માદક દ્રવ્યોના દુરૂપયોગથી કેટલા લોકો મૃત્યુ પામે છે ? વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, દારૂના સેવનથી વિશ્વભરમાં ર્વાષિક 26 લાખ મૃત્યુ થાય છે, જેમાં ભારત આ થનારા મૃત્યુનો દર વધારે છે. વધુમાં, વિવિધ આરોગ્ય અહેવાલોનો અંદાજ છે કે ભારતમાં ધૂમ્રપાન, દારૂ અને અન્ય પ્રકારના નશીલા દ્રવ્યોના દુરૂપયોગની પ્રતિકૂળ અસરોને કારણે કુલ ર્વાષિક મૃત્યુઆંક 9 લાખથી વધુ હોઈ શકે છે.