પટેલ કેળવણી મંડળ જૂનાગઢના ઉપક્રમે કાલરીયા પ્રાયમરી સ્કૂલ અને ભાલોડીયા હાઇસ્કૂલના વાર્ષિકોત્સવ “કલરવ-૨૦૨૫”ની ઉત્સાહભેર ઉજવણી
જૂનાગઢ તા. ૩૧
પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ આર. એસ. કાલરીયા પ્રાયમરી સ્કૂલ અને શ્રી એન. પી. ભાલોડિયા હાઈસ્કૂલના (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ) પ્રી પ્રાયમરીથી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા ૩૨૪૨ વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓએ તા. ૨૬ થી ૨૮ ડિસેમ્બરના ત્રણ દિવસ સુધી કાલરીયા સ્કૂલના પટાંગણમાં આવેલ ““જાવીયા રંગભૂમિ”ના” સુશોભિત સ્ટેજ પરથી ગુજરાતી લોકસંગીત, મરાઠી, રાજસ્થાની, પંજાબી અને વેસ્ટર્ન મ્યુઝિકના તાલ ૯૦ થી વધુ અદભુત કૃતિઓ રજૂ કરી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ - પ્રેક્ષકોના મન મોહી લીધા હતા.
તા. ૨૬/૧૨/૨૦૨૫ના રોજ કાલરીયા પ્રાયમરી સ્કૂલ અને ભાલોડીયા હાઇસ્કૂલના ૧૦૨૦ જેટલા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને શિક્ષણ તથા સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ સંસ્થા તરફથી પુરસ્કારો, શિલ્ડ તથા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તા. ૨૬ થી ૨૮ ડિસેમ્બરના આ ત્રિદિવસીય વાર્ષિકોત્સવ “કલરવ – ૨૦૨૫” ના કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ જી. ફળદુ, ટ્રસ્ટીશ્રી / પ્રમુખ સવજીભાઈ એમ. મેનપરા, જાેઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટીશ્રી/ઉપપ્રમુખશ્રી રતિભાઈ ડી. મારડિયા, ટ્રસ્ટીશ્રી/મંત્રીશ્રી/ખજાનચીશ્રી શિરીષભાઈ સાપરિયા, ટ્રસ્ટીશ્રી/મંત્રીશ્રી કિશોરભાઈ મેંદપરા, તથા અન્ય ટ્રસ્ટીઓ શ્રી ડૉ. જમનભાઈ જસાણી, શ્રી વિનુભાઈ પાડોદરા, શ્રી ભાવિનભાઈ છત્રાળા તથા શૈક્ષણિક યુનિટોના ઇન્ચાજર્શ્રીઓ / કારોબારી સમિતિના સભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ રાજપરા, શ્રી રતિભાઈ ભુવા, શ્રી મનુભાઈ દેકિવાડિયા, શ્રી નંદલાલભાઈ દલસાણીયા, શ્રી ભગવાનજીભાઈ મેંદપરા, શ્રી વિઠ્ઠલભાઈ વૈશ્નાણી, શ્રી લક્ષ્મણભાઈ ભાલોડીયા,શ્રી વિજયભાઈ ત્રાંબડીયા ડૉ. કૌશિકભાઈ ફડદુ, શ્રી સુરજભાઈ ફડદુ તથા કારોબારી સમિતિના અન્ય સભ્યશ્રીઓ, કેમ્પસ ડાયરેક્ટરશ્રી ડો. ડી. એ. ડઢાણીયા, સંસ્થા સંચાલન હેઠળની તમામ શાળાઓ- કોલેજાેના આચાયર્શ્રીઓ, ડૉ. પી. એમ. કાંજીયા, ડેપ્યુટી એકેડેમિક ડાયરેક્ટશ્રી નીરજભાઈ વાછાણી, હોસ્ટેલ ડાયરેક્ટર શ્રી એમ. ડી. વાછાણી તથા શિક્ષકો, પ્રોફેસરો તથા બહોળી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓની કલાને બિરદાવી હતી. તા. ૨૬ થી ૨૮ ડિસેમ્બરના ત્રિદિવસીય કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રીઓમાં તથા અન્ય મહાનુભાવોમાં જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, માણાવદરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તેજસભાઈ પરમાર, શહેર જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, ડેપ્યુટી મેયરશ્રી આકાશભાઈ કટારા, ચેરપર્સન સ્ટેન્ડીંગ કમિટી મ. ન. પા. શ્રીમતિ પલ્લવીબેન ઠાકર, જૂનાગઢ કૃષિ. યુનિ. ના કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટિયા, કેશોદના પૂર્વ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ કે. લાડાણી, અગ્રણી ઉદ્યોગપતિશ્રી ચેતનભાઈ ફળદુ, અગ્રણી બિલ્ડસર્શ્રી કલ્પેશભાઈ પટેલ, આલ્ફા સ્કૂલના સંચાલકશ્રી જી. પી. કાઠી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ મીરાબેન સોમપુરા, જૂનાગઢના પૂર્વ મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીશ્રીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે જાેડાયેલ અગ્રણી મહાનુભાવો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના પત્રકાર મિત્રોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓએ રજુ કરેલ કૃતિઓને તાળીઓના ગડગડાટથી વધાવીને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રિદિવસીય કલરવ - ૨૦૨૫ના સમગ્ર કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે વરિષ્ઠ શિક્ષિકાઓ શ્રીમતી રિયાબેન ઇસરાની, શ્રીમતી જિજ્ઞાબેન બક્ષી અને શ્રીમતિ વિવાદાબેન પંડયા, શ્રી ચાંદનીબેન તેજવાણી, શ્રી ક્રિષ્ટીના ફર્નાડીઝએ સુંદર કામગીરી બજાવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ પર લાઇવ પ્રસારણ કરવામાં આવેલ હતું. જેના દ્વારા દેશ-વિદેશમાં સ્થાયી થયેલા અમારા અનેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો આ કાર્યક્રમના સુંદર આયોજન બદલ ફોનથી ધન્યવાદ પાઠવેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અને સુંદર આયોજન માટે મેનેજમેન્ટ તરફથી પૂરી ટીમને ધન્યવાદ પાઠવેલ હતા.


