પ્રજાપતિ પુત્ર હિરેન ગોહિલે પિતાની ઈચ્છા મુજબ અંતિમયાત્રા વાજતેગાજતે કાઢી પિતાના મૃત્યુનો મહોત્સવ બનાવ્યો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૧
મુળ શીલ માંગરોળના અને હાલ જૂનાગઢના રહેવાસી નિવૃત્ત બેંક કર્મચારી પ્રજાપતિ કેશવજીભાઈ ભીમજીભાઈ ગોહિલનું ૮૦ વર્ષની ઉંમરે તારીખ ૧૬-૪-૨૦૨૬ને ગુરૂવારે અવસાન થયું. સ્વ.કેશવજીભાઈએ અંતિમ દિવસોમાં કરેલ સંકલ્પને સાકાર કરવા રિવારમા પત્ની દયાબેન અને સેવાભાવી આજ્ઞાકારી પુત્રો જયેશ, હિરેન અને પુત્રવધૂ હરસિધ્ધિબેન તથા દિકરી અનસૂયાબેન અને જમાઈએ આ સદગતના અવસાન બાદ તેઓની અંતિમયાત્રા ઢોલ શરણાઇમાં રામનામના ધામિર્ક સુર સાથે વિદાય આપી મૃત્યુને મહોત્સવ બનાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પુત્ર હિરેન અને પુત્રવધૂ હરસિધ્ધિબેન ઉચ્ચકક્ષાના નાટ્ય કલાકાર છે.
અને કલારંંગ નાટ્ય મંડળી ચલાવે છે તેમજ રાશનકીટ, કીડીયારૂ, અબોલ પશુપંખીઓને ચણપાણી સહિતની અસંખ્ય સેવા કરે છે. પિતા પ્રજાપતિ કેશવજીભાઈ ગોહિલ હંમેશા સ્મરણમા રહે એ માટે પરિવાર દ્વારા ટૂંક સમયમાં બેડ, વોકર, સ્ટીક, પાણીવાળા ગાદલા, વ્હિલચેર જેવા મેડીકલ સાધનો વસાવી વિનામૂલ્યે આપવાની સેવા પ્રારંભ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. ધન્ય છે આ સદગત આત્માને કે જેમણે આ પરિવારમાં સંસ્કારોનું સિંચન કરી વિદાય લીધા પછી પણ હંમેશા સ્મરણમાં રહેશે.


