ભેંસાણમાં 108ની ટીમ દ્વારા મહિલાની નોર્મલ ડીલીવરી કરાઈ
ભેંસાણ તા. ર૩
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ગામમાં રહેતા સગર્ભા ને પ્રથમ પ્રસુતિ પીડા ઉપડતા 108માં કોલ કર્યો હતો. આ કોલ ભેંસાણ 108ની ટીમને મળતા ફરજ પરના કર્મચારી ઈએમટી જાદવ નિકુંજ અને પાઇલોટ કિશન મેર તરત જ પ્રાથમિક સૂચના આપી સ્થળ પર પહોંચી ભેંસાણ સરકારી દવાખાને લઈ ગયેલ હતા. દવાખાનાના ડોકટર દ્વારા તપાસ કરતા જણાયુ કે બાળકની ફરતે પાણી ઓછું છે તેથી તેની ડિલિવરી સંભવ નથી. તેથી પાછો 108માં કોલ કરી ભેંસાણ 108માં રીફર કરેલ. 108ની ટીમ ભેંસાણ દવાખાનેથી દર્દીને લઈ જૂનાગઢ જવા રવાના થયા પણ રસ્તામાં દર્દીની હાલત ગંભીર જણાતા તપાસ કરતા જણાયું કે ડિલિવરી રસ્તામાં કરાવવી પડશે. એમ્બ્યુલન્સ રસ્તામાં રોકી ફરજ પરના ઇએમટી જાદવ નિકુંજ અને પાઇલોટ કિશન મેર સારી એવી સુજબુજ થી દવાખાનામાં પોસીબલ ન હતી એવી જાેખમી ડિલિવરી એમ્બ્યુલન્સમાં કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. પછી વધારે સારવાર માટે માતા અને બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતાં.
હાલ માતા અને બાળકનુ સ્વાસ્થ્ય સારૂં છે. આવા કટોકટીના સમય દરમ્યાન ઝડપી સારવાર મળી રહી તે માટે દર્દીના સગા સંબંધીઓએ 108ના સ્ટાફ અને 108નો આભાર વ્યક્ત કર્યો હતો. અને ભેંસાણ 108 ટીમને પ્રોગ્રામ મેનેજર આકાશ તથા જૂનાગઢ જીલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા ટીમની ઉત્તમ કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.


