મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સામે કોંગ્રેસ આવતીકાલે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
ચૂંટણી પંચમાં સર વિવાદ અંગે ઉધ્ધવ ઠાકરેએ મુખ્ય ચૂંટણી કમિશ્નરની ધરપકડની માંગણી કરી
(એજન્સી) નવી દિલ્હી તા. ર૪
ચૂંટણીપંચમાં સ્પેશ્યલ ઈન્ટેન્સી રીવીઝન સર માં આંતરીક મતભેદ હોવાનાં અહેવાલો બાદ દેશવ્યાપી ખળભળાટ મચી ગયો છે. દેશનાં અન્ય બે ચૂંટણી કમિશ્નરો સુખબીરસિંઘ સંધુ અને વિવેક જાેષીએ વિવિધ રાજયોમાં મતદારોનાં વેરીફીકેશન એસઆઈરની પ્રક્રિયા દરમ્યાન મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સામે સવાલો ઉઠાવ્યા હતા. આધારભુત અહેવાલો અનુસાર આ બંને ચૂંટણી કમિશ્નરોએ કેબીનેટ સેક્રેટરીને પણ પત્ર લખ્યા હતા પરંતુ જે મુદા પર વિરોધ નોંધાવ્યો તે અંગે બંને કમિશ્નરોને અંધારામાં રાખીને નિર્ણયો લેવાઈ ગયા જેની સ્ફોટક વિગતો બહાર આવતા દેશનાં રાજકોય તખ્તા પર ખળભળાટ મચી ગયો છે અને દેશનાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાની માંગણી સાથે આવતીકાલે દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચૂંટણી પંચના અન્ય બે કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જાેશીએ મતદારયાદી સંબંધિત ર્નિણયો અંગે ૧૦ મહિનામાં ઓછામાં ઓછા ૧૪ વખત વાંધા નોંધાવ્યાનો અહેવાલ બહાર આવ્યા પછી તેમણે આ નિવેદન આપ્યું.
ઠાકરેએ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ સહિત એસઆઈઆર બાદ થયેલી ચૂંટણીઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા અને જૂની મતદારયાદીના આધારે ફરી ચૂંટણી યોજવાની માંગ કરી છે. ચૂંટણી પંચ તરફથી આ રાજકીય આરોપોને સ્વીકારવામાં આવ્યા નથી.


