માંગરોળમાં ઈદૂલ ફીત્રની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી
ઈદગાહ પર હજારોની સંખ્યામાં લોકોએ ઈદની નમાઝ અદા કરી
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા. ૨૧
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આજે ઈદૂલ ફીત્રની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદર ઈદગાહ અને મસ્જિદો તરફ ઈદની નમાઝ માટે પ્રયાણ શરૂ કરી દીધુ હતું. માંગરોળની શાહી જામા મસ્જિદ, મખદૂમ જહાંનીયા સિંકદર, હાજી સિદ્દીક, મરીયમ સારા, કાજી વાડા, મદ્રેસા ફૈઝુલ ર્કૂઆન, મસ્જિદે દારે અરકમ, મદ્રેસા દારૂલ ઉલૂમ હસનિયાહ, મદ્રેસા એ કાશિફૂલ ઉલૂમ, મદ્રેસા એ હનફીયાહ અને ઈદગાહ પર ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. બંદર પર ઈદગાહ પર હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદર પહોંચતા વિશાળ ઈદગાહ ખચોખચ ભરાઈ ગયો હતો. ઈદની નમાઝ અદા કરી વિશ્વમાં અને ભારત દેશમાં અમન અને શાંતિ ની દૂઆ કરી હતી. એકબીજાને ઈદની મુબારક બાદ આપી હતી.


