માઘ મેળામાં સંગમ તટ પર બબાલ : શંકરાચાર્યને સ્નાન કરતા અટકાવતો વિડીયો વાયરલ

મૌની અમાવસ્યા નિમિતે પ્રયાગરાજમાં

માઘ મેળામાં સંગમ તટ પર બબાલ : શંકરાચાર્યને સ્નાન કરતા અટકાવતો વિડીયો વાયરલ

(એજન્સી)      પ્રયાગરાજ, તા.૧૯
મૌની અમાસે પ્રયાગરાજમાં માધમેળામાં સંગમ તટ પર બબાલ મચી ગઇ હતી. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને સંગમ ઘાટમાં સ્નાન કરવા પર પ્રશાસન અધિકારીઓએ મનાઇ અને તેમના શિષ્યોને મારપીટ કરવાનો આરોપ લગાવાયો છે. બબાલ થતાં શંકરાચાર્ય માધ સ્નાન કર્યા વિના પોતાના અખાડામાં પાછા ફરી ગયા હતા. શંકરાર્ચા અવિમુક્તેશ્વરાનંદે આ મામલે યુપી સરકારના ગૃહ સચિવ મોહિત ગુપ્તા સામે તેમના શિષ્યોની મારપીટનો આરોપ લગાવ્યો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત વિગત મુજબ શંકરાચાર્ય જ્યારે તેઓ પાલખીમાં સંગમ તટ પર જઇ રહ્યા હતા ત્યારે તેમના શિષ્યોને યુપી સરકારના ગૃહ સચિવ મોહિત ગુપ્તાએ ધક્કામુક્કી શરુ કરી દીધી હતી, જેના કારણે બબાલ થઇ ગઇ હતી. બાદમાં શંકરાચાર્યે સ્નાન નહીં કરવાનો ર્નિણય લઇને અખાડામાં પાછા ફરી ગયા હતા. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે મારા શિષ્યોની મારપીટ અધિકારીઓના ઇશારે થઇ છે. હું સ્નાન નહીં કરું.