મણીપુરમાં બે કુકી મહિલાઓની હત્યાથી તંગદીલી

મણીપુરમાં બે કુકી મહિલાઓની હત્યાથી તંગદીલી

તામેંગલોંગ તા.૧૬
મણિપુરના તામંગલોંગ જિલ્લામાં મંગળવારે બે કુકી મહિલાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઉપરાંત, ઘણા ફાર્મહાઉસમાં આગ લગાડવામાં આવી. રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ૩ મે ૨૦૨૩ ના રોજ વંશીય હિંસા શરૂ થયા પછી ઓગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા ૩૦૬ લોકોના મોત થયા છે, જ્યારે ૪૯ લોકો હજુ પણ ગુમ છે. મૃતકોની ઓળખ થઈ ગઈ છે. બંને મૃતક આ જ ગામની રહેવાસી હતી. ફલનૈચોંગ ખેતરમાં લાકડાં વીણી રહી હતી, ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી.