યુધ્ધ લાંબુ ખેંચાશે : અમેરીકાના સંરક્ષણ વિભાગે રૂા.ર૦૦ અબજ ડોલરની માંગણી કરી
(એજન્સી) વોશિંગ્ટન તા.ર૦
અમેરિકાએ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ માટે ૨૦૦ અબજ ડોલર (આશરે રૂ.૧૭ લાખ કરોડ)ના જંગી ભંડોળની માંગ કરી છે. આમ આ યુદ્ધ વધુ લાબું ખેંચાય તેવા એંધાણ છે. પેન્ટાગોન તરફથી આ વિનંતી યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથના એ વિધાન પછી આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, ખરાબ માણસોને ખતમ કરવા માટે પૈસા ખર્ચવા પડે છે.‘ સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, કુવૈતની બે રિફાઈનરીઓ અને અબુ-ધાબીમાં ગેસ કામગીરીને પણ ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. ઈઝરાયેલમાં, દેશના મોટાભાગના વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવેલા ઈરાનના હુમલાઓના લાખો લોકોને આશ્રયસ્થાનોમાં જવા મજબૂર કર્યા હતા. આ હુમલાઓને કારણે ઇમારતોને નુકસાન થયું હતું, પરંતુ કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.‘‘


