રાજયમંત્રી પુરૂષોત્તમ સોલંકીની તબીયત લથડી : મુંબઈ ખસેડાયા

રાજયમંત્રી પુરૂષોત્તમ સોલંકીની તબીયત લથડી : મુંબઈ ખસેડાયા

(બ્યુરો)           ગાંધીનગર તા.૨
રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીને ડાયાબિટીસની જટિલતાના કારણે ગેંગરીનની તકલીફ થતાં અમદાવાદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી તેમજ કોળી સમાજના મોટા ગજાના નેતા પુરુષોત્તમ સોલંકીની તબિયત અચાનક લથડતાં રાજકીય વર્તુળો અને તેમના વિશાળ સમર્થક વર્ગમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.