રાહુલ-પ્રિયંકા ગાંધી, વિપક્ષના સાંસદો સામે ફરિયાદ દાખલ કરાઈ

દિલ્હી સ્થિત આકાશવાણી ઓફિસમાં બળજબરીથી ઘુસવાનો આરોપ

રાહુલ-પ્રિયંકા ગાંધી, વિપક્ષના સાંસદો સામે ફરિયાદ દાખલ કરાઈ

નવી દિલ્હી તા.૭:
દિલ્હી પોલીસે આકાશવાણી ઓફિસમાં બળજબરીથી ઘૂસવાના આરોપસર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક વિપક્ષી સાંસદો વિરુદ્ધ FIR નોંધાવી છે. ફરિયાદ આકાશવાણી ઓફિસ તરફથી કરવામાં આવી છે.
હકીકતમાં, મંગળવારે વિપક્ષી સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા અને SIRના વિરોધમાં ચૂંટણી પંચ સુધી ‘સેવ ડેમોક્રેસી’ માર્ચ કાઢી રહ્યા હતા. પોલીસે રસ્તામાં બેરિકેડ લગાવ્યા હતા અને નેતાઓને બસોમાં બેસાડીને પ્રદર્શન સમાપ્ત કરાવવાની તૈયારી કરી હતી.
આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અચાનક બસમાંથી ઉતરીને આકાશવાણી ભવનની અંદર જતા રહ્યા. બંને પરિસરમાં વડના ઝાડ નીચે ધરણા પર બેસી ગયા. ત્યારબાદ અન્ય વિપક્ષી સાંસદો પણ ધરણામાં જોડાઈ ગયા. પોલીસને પ્રદર્શનકારીઓને હટાવવામાં ૮ કલાકથી વધુનો સમય લાગ્યો હતો.