ર૦ર૬ના વર્ષનું ઈસરોનું પ્રથમ મિશન નિષ્ફળ થઈ ગયું

ર૦ર૬ના વર્ષનું ઈસરોનું પ્રથમ મિશન નિષ્ફળ થઈ ગયું

(એજન્સી)        શ્રીહરિકોટા તા.૧૨
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું વર્ષનું પ્રથમ સેટેલાઈટ મિશન ફેલ થયું છે. આજે સવારે ૧૦:૧૮ વાગ્યે આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી  રોકેટે અન્વેષા સહિત ૧૫ સેટેલાઈટ લઈને ઉડાન ભરી હતી. ઈસરોના જણાવ્યા મુજબ મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સેટેલાઈટ તેના નિર્ધારિત ઓબિર્ટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને તે રસ્તો ભટકી ગયો હતો. ISROના વડા ડૉ. વી. નારાયણને એક નિવેદન જાહેરી કરીને કહ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ હતી.