વડોદરા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

(બ્યુરો)              વડોદરા તા.૧૮
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ‘૧ વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.‘ આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે. વડોદરા કલેકટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૧૮ ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિતની સ્કૂલોને મળેલા મેલમાં ૧.૧૧ વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી. 
જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને ૧ વાગ્યે ઉડાડી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે.
ડ્ઢઝ્રઁ, મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ કરવામાં આવ્યું પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વહેલી સવારે ૬ વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો. ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેકશન છે કે કેમ તેની તપાસ પણ થઈ રહી છે.