શિયાળાએ રંગ બતાવ્યો : નલીયામાં સીઝનમાં સૌપ્રથમ વાર ૯ ડીગ્રી તાપમાન નોંધાયુ
(બ્યુરો) રાજકોટ,તા.૧૧
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે શિયાળાએ જમાવટ પકડી હોય તેવી રીતે આજે સવારે અનેક સ્થળોએ તાપમાન ૨ થી ૩ ડિગ્રી ગગડયુ હતુ.અને તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. ખાસ કરીને આજે ચાલુ શિયાળુ સિઝનમાં સૌ પ્રથમવાર રાજયમાં નલિયા ખાતે સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયું હતું. આજે સવારે નલિયા ખાતે ૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સરહદી વિસ્તારના નલિયા વાસીઓ ધ્રુજી ગયા હતા.


