જામનગરમાં નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રીજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
(બ્યુરો) જામનગર તા.૨૪
જામનગરમાં ઓગસ્ટ ૨૦૨૧થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ૩.૫ કિલોમીટરનો ફ્લાયઓવર રુપિયા ૨૨૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રીજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટ તરફથી આવતા તેમજ ખંભાળીયા તરફથી આવતા વાહન ચાલકો બ્રિજનો ઉપયોગ કરી શકશે.
આ ફલાયઓવર બ્રિજના કામની શરુઆત ૧૮-૦૮-૨૦૨૧મી તારીખથી થઈ હતી અને ૩૧-૧૦-૨૦૨૫ના રોજ કામ પૂર્ણ થયું હતું. એટલે કે ૫૧ મહિનાની મહેનત બાદ બ્રિજ તૈયાર થયો છે.


