સોનાનો ભાવ છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો
(એજન્સી) મુંબઈ તા.૨૬:
સોમવારે ભારતમાં સોનાના ભાવ પાંચ મહિનામાં સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા અને ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૬૪,૦૦૦ રૂપિયા થયો હતો. જોકે ગઈ કાલે બુલિયન માર્કેટમાં સોનાની તેજીને થોડી બ્રેક લાગી હતી. ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ મુંબઈમાં ૧,૬૩,૨૫૦ રૂપિયા, દિલ્હીમાં ૧,૬૨,૯૭૦ રૂપિયા, કલકત્તામાં ૧,૬૩,૦૩૦ અને બેન્ગલોરમાં ૧,૬૩,૩૮૦ રૂપિયા હતો. બીજી તરફ બાવીસ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ મુંબઈમાં ૧,૪૯,૬૪૬ રૂપિયા, દિલ્હીમાં ૧,૪૯,૩૮૯ રૂપિયા, કલકત્તામાં ૧,૪૯,૪૪૪ અને બેન્ગલોરમાં ૧,૪૯,૭૬૫ રૂપિયા હતો.બીજી તરફ એક કિલો ચાંદીનો ભાવ મુંબઈમાં ૨,૪૩,૩૪૦ રૂપિયા, દિલ્હીમાં ૨,૪૨,૯૨૦ રૂપિયા, કલકત્તામાં ૨,૪૩,૦૨૦ રૂપિયા અને બેન્ગલોરમાં ૨,૪૩,૫૩૦ રૂપિયા હતો.


