૩૧ ડિસેમ્બરને લઈ દીવ બોર્ડર પર પોલીસે સઘન ચેકીંગ કર્યું

૩૧ ડિસેમ્બરને લઈ દીવ બોર્ડર પર પોલીસે સઘન ચેકીંગ કર્યું

ઉના તા. ર૭
દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે પહોંચતા હોવાથી, ભૂતકાળમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કારણે થયેલા અકસ્માતોને અટકાવવા જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ઉના DYSPના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાની તડ અને માંડવી ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિવસ-રાત સતત ચેકીંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દીવમાંથી ઉજવણી કરીને પરત ફરતા વાહન ચાલકો પર પોલીસની કડક નજર રાખવામાં આવી રહી છે. ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારાઓને પકડવા માટે માઉથ એલાઈઝરથી સજ્જ પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દીવમાંથી ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને બુટલેગરો સામે પણ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવાબંદર ઇન્ચાર્જ PSI, પોલીસ જવાનો, GRD સહિત કુલ 26 કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ફરજ પર રહેશે.