Breaking News
0

મેઘરાજાની અવિરત મહેરને પગલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનમાં મેઘરાજાએ કૃપા કરી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગષ્ટ માસ હજુ પૂર્ણ થાય તે પહેલાં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ…

Breaking News
0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કુલપતિ ડો.ચેતન ત્રિવેદી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપયોગી માર્ગદર્શન

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ જાહેર કરવામાં આવી છે. ભારતનું ભવિષ્ય ઘડતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે આજ તા.૨૬-૦૮-૨૦૨૦ના રોજ સાંજે ૬ઃ૦૦ વાગ્યે ડીડી ગિરનાર ચેનલ…

Breaking News
0

કડછનાં ૩૦ વર્ષિય સગર્ભાએ જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ત્રણ તંદુરસ્ત બાળકીઓને જન્મ આપ્યો

મૂળ માધવપુરનાં કડછ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય જીણીબહેન પરમારે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ૩ બાળકીઓને જન્મ આપ્યો છે. ગર્ભવસ્થાના સાત મહિના સુધી સોનોગ્રાફી સહિતની તપાસ કરાવવા આનાકાની કરનાર જીણીબહેને કડછ પ્રાથમિક…

Breaking News
0

બ્રહ્મસેના, દુર્ગાસેના દ્વારા વેબસાઈટ શરૂ કરાઈ

તા.૧પ ઓગષ્ટથી સમગ્ર વિશ્વનાં બાહ્મણોનાં યુવક-યુવતીનાં હિત માટે બ્રહ્મસેના, દુર્ગાસેના દ્વારાwww. DURGASENA.com વેબસાઈટ લોંચ કરવામાં આવી છે. એ વેબસાઈટમાં ૧ લાખથી વધુ બાયોડેટા આખા વિશ્વમાંથી મુકવાનાં છે. જેનાથી યુવક-યુવતીઓ પોતાની…

Breaking News
0

ઉના શહેરમાંથી પસાર થતા હાઈવેના ખાડા બૂરવા યુવા કોળી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈ-વે રોડમાં છેલ્લા ત્રણ મહિનાથી વરસાદ કે અન્ય કારણોસર ખાડાઓ પડી જતા અતિ બિસ્માર થઈ ગયેલ છે. ત્યારે તંત્ર દ્વારા મરામતની કામગીરી કરાતી ન હોય તેથી મંગળવારે યુવા…

Breaking News
0

ઉના પોલીસ દ્વારા માસ્ક અંગે લોકો સામે અતિરેક કરાતો હોવાની ફરીયાદ

સમગ્ર ભારત દેશ તથા ગુજરાતભરમાં કોવિડ-૧૯ વાયરસનું પ્રમાણ કુદકે ને ભુસકે વધતું જાય છે અને સરકારે બહાર પાડેલ જાહેરનામાની ગાઈડલાઈન મુજબ વાહનચાલકો, રાહદારીઓને માસ્ક પહેરવું ફરજીયાત છે અને લોકો પહેરે…

Breaking News
0

ભેંસાણ નજીક સોનરખ નદીમાં ડુબી જતા મૃત્યુ

ભેંસાણ તાલુકાનાં ભીંસણહડમતીયા ગામનાં બાબુભાઈ મુળાભાઈ ખોડા (ઉ.વ.પપ) હડમતીયાથી અકાળા જઈ રહયા હતાં અને રોડની સામેથી નિકળતાં સોનરખ નદીનાં પાણીમાં પોતાના માલ-ઢોર લઈને જઈ રહયા હતાં ત્યારે પાણીનો વેગ વધી…

Breaking News
0

કેશોદનાં કેવદ્રા અને માળીયાનાં લાછડી ગામે જુગાર દરોડામાં ૧૩ શખ્સો ઝડપાયા

કેશોદ તાલુકાનાં કેવદ્રા ગામે કેશોદનાં પો.કો. કનકભાઈ હાજાભાઈ અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧૦૩પ૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે માળીયા હાટીનાનાં લાછડી ગામે માળીયા હાટીનાનાં…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૬ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૬ કેસ નોંધાયા છે. ૭ દર્દીઓને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧,પ૧૬ કોરોનાના કેસ નોંધાયા છે. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનો મોસ્ટ વોન્ટેડ પુંજા દેવરાજને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

જૂનાગઢ જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ અને છેલ્લા દસ વર્ષથી ખુન, અપહરણ, મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી પુંજા દેવરાજ રાડાને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ અંગે પોલીસમાંથી મળતી…