ઈરાને 2025 ના ચાલુ વર્ષમાં જ 1000થી પણ વધુ કેદીઓને ફાંસી આપી દીધી.
ઈરાને વર્ષ 2025 હજુ પૂર્ણ થયું નથી ત્યાં જ 1000 થી પણ વધુ કેદીઓને ફાંસી આપી દીધી છે. ઈરાનના ઇઝરાયલ સાથે 12 દિવસ ચાલેલા યુદ્ધ બાદ તરત જ ઈરાને રાષ્ટ્રીય સુરક્ષા, જાસુસી અને વિવિધ ગુનાઓમાં સામેલ ૪૦૦ જેટલા કેદીઓને ફાંસી આપી દીધી હતી. જેમાં હેંગાવ ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સની માહિતી મુજબ જેમને ફાંસી આપવામાં એ કેદીઓમાં 148 જેટલા કુર્દિશ અને ૩૩ જેટલા રાજકીય કેદીઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ, રાષ્ટ્રીય સુરક્ષા, લોક આંદોલનો, ગુનાખોરી અને વિરોધથી બચવા ફાંસી આપવા તેમજ શંકાસ્પદ જણાતા દરેક વ્યક્તિને ધરપકડ કરીને જેલમાં નાખવાની પ્રક્રિયાને ઝડપી કરી નાખી છે.


