જૂનાગઢ આગામી જગન્નાથજી રથયાત્રાનાં આયોજન અંગે મિટિંગ યોજાઈ
જૂનાગઢ તા. 15
શ્રી જગન્નાથજી મંદિરે તા. 16-7-26ના રોજ યોજાનારી પવિત્ર રથયાત્રાના સફળ આયોજન અને વ્યવસ્થાઓ અંગે મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. જેમાં માં રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, સ્વયંસેવકોની જવાબદારીઓ, ભક્તજનોની સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા, પ્રસાદ વિતરણ તેમજ અન્ય જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોએ રથયાત્રાનું આયોજન ભવ્ય, શિસ્તબદ્ધ અને સફળ બને તે માટે પોતાના સૂચનો રજૂ કર્યા અને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે “શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ, જૂનાગઢ” દ્વારા સર્વે ભક્તજનોને તા.16/07ના રોજ યોજાનારી પવિત્ર રથયાત્રામાં સહપરિવાર ઉપસ્થિત રહી ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ મિટિંગમાં સોરઠીયા વાણંદ સમાજનાં પ્રમુખશ્રી બિપિન ભટ્ટી, મંત્રી રાજેન્દ્ર ભાઈ ચુડાસમા, વિજય ચુડાસમા, જયેશભાઈ કુબાવત, આવળભાઈ ખટાણા, ભદ્રેશભાઈ પરમાર, પાર્થ ભટ્ટી મોહિતભાઈ વાજા.રાજીવભાઈ પરમાર સહીતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.


