બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ એનસીસી નેવલ કેડેટનો કેમ્પ યોજાયો

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ એનસીસી નેવલ કેડેટનો કેમ્પ યોજાયો

જૂનાગઢ, તા.ર૬
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢમાં કાર્યરત એનસીસી નેવલની ૧૩ કેડેટ્સે તા. ૨૭/૧૦/૨૦૨૫ થી ૦૫/૧૧/૨૦૨૫ દરમ્યાન એનસીસી નેવલના સીએટીસી કેમ્પમાં સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે સફળતા પૂર્વક ભાગ લીધો. કેમ્પ દરમ્યાન શીપ મોડેલિંગ તાલીમ, ફાયરફાઇટરની ઉપયોગિતા અંગેની તાલીમ, યોગા પ્રેક્ટિસ, પરેડ, ફિજીકલ ફિટનેસ, અનુશાસન, નેવલના વિવિધ વિષયો, આત્મરક્ષા માટે કરાટેની તાલીમ, AI ના ઉપયોગ અને ચેતવણી, ફાયરીંગ, સ્વિમિંગ, રમત-ગમત વગેરે જેવી જીવન ઉપયોગી વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી. જે અંતર્ગત અત્રેની કોલેજે પ્રાપ્ત કરેલી સિધ્ધિઓ આ મુજબ છે. ૧. નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક:- ભેટારિયા ડોલી ૨. રસ્સા ખેંચ સ્પર્ધા પ્રથમ ક્રમાંક: બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ૩. સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રથમ ક્રમાંક: બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ૪. બેસ્ટ ઇન્સ્ટીટ્યુટ: પ્રથમ ક્રમાંક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ૫. બેસ્ટ એસોસિયેટ એનસીસી ઓફિસર તરીકે : ડો. દિના હરેશ લોઢીયા ૬. સ્વિમિંગમાં રાઠોડ ટ્વીંકલ રાષ્ટ્રીય સ્તરે પસંદગી થયેલ. ૭. જાેગડિયા શીતલ અને સોલંકી પ્રિયા એ સફળતાપૂર્વક પાણીમાં વર્કિંગ કરે એવું શિપનું મોડેલ બનાવેલ છે. અત્રેની કોલેજના પ્રિ. ડો. જે. આર. વાંજા સાહેબ દ્વારા કોલેજની કેડેટ્સની સિધ્ધી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા તથા કેડેટ્સ સતત આગળ વધે એવી શુભેચ્છા આપવામાં આવી.