રાજ્યમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શૈક્ષણિક ક્રાંતિ લાવનાર વરિષ્ઠ સંત મુક્તાનંદજી બાપુના જન્મદિવસે મંગળવારે જૂનાગઢમાં રક્તદાન શિબિર - ભજનસંધ્યા યોજાશે
બે તબક્કામાં યોજાનાર રક્તદાન શિબિરમાં યુવાનો અને બહેનોને ઉમટી પડવા અપીલ
જૂનાગઢ તા. 28
અખિલ ભારતીય સાધુ સમાજ અધ્યક્ષ તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક મુક્તાનંદજી બાપુના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે રક્તદાન કેમ્પ અને ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સોરઠના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત યુવાનો અને બહેનોને વિશાળ સંખ્યામાં રક્તદાન માટે ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે.
આગામી તા.2 જુન ને મંગળવારના રોજ જૂનાગઢના વંથલી રોડ સ્થિત પ્રેમાનંદ સ્કૂલ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 દરમ્યાન આ રક્તદાન કેમ્પ બે તબક્કામાં યોજાશે. કેમ્પ પૂર્ણ થયા બાદ સાંજે 8:30 કલાકે ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે યોજાનાર આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેવા બિલનાથ મહાદેવ મંદિર મહંત ગણેશાનંદ બાપુ તથા પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર ડો. માતંગ પુરોહિત દ્વારા જાહેર જનતા જાેગ અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે એક મીટીંગનું ગત તા.26ના રોજ રાત્રે પ્રેમાનંદ સ્કૂલ ખાતે આયોજન કરાયું હતું. જેમાં રક્તદાન ક્ષેત્રે કાર્યરત આગેવાનો, વિવિધ જ્ઞાતિ સમાજાેના આગેવાનો, વિવિધ સંગઠનો અને સંસ્થાઓ સાથે જાેડાયેલા લોકોની હાજરી વચ્ચેની આ બેઠકમાં લોકો આ પ્રસંગે વધુમાં વધુ રક્તદાન કરે તેવી અપીલ સાથે બે તબક્કામાં રક્તદાન કાર્યક્રમ અને બાદમાં ભોજન અને ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગીભાઈ પઢીયાર, ભરતભાઈ લખલાણી, મનિષભાઈ આચાર્ય, ભરતભાઈ મેશીયા, સુરેશભાઈ ખુમાણ, પરબતભાઈ નાઘેરા, પી.સી.ભટ્ટ, તેમજ ભારત વિકાસ પરિષદ અને બ્રહ્મ શિક્ષણ સંઘના કાર્યકરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને સૌરાષ્ટ્રના આ વરિષ્ઠ સંતના જન્મદિવસે લોકો વધુમાં વધુ રક્તદાન કરે તેવી સામુહિક અપીલ સાથે આ કાર્યક્રમને ખુબ સફળ બનાવવા આયોજન કરવામાં આવેલ છે.


