શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિવિધ ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૩-૦૯-૨૦૨૫ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાનેજરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આજે દાદાને કેળા, કેરી, સંતરા, મોસંબી, તરબુચ, અનાનસ વિગેરેફ્રુટનો અન્નકૂટ પણ ધરાવાયો છે જેને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવશે.