સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ : સીમાંકન સહિતના બંધારણીય સુધારા-ખરડા રજુ કરવા તૈયારી
(એજન્સી) નવી દિલ્હી, તા.18
આગામી સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલ એજન્ડામાં હજુ સુધી બંધારણ સુધારા વિધેયક કે જે નવા સીમાંકન સાથે જોડાયેલું છે તે રજુ કરવા અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સરકારે જ બંને ગૃહોમાં બંધારણ સુધારા વિધેયક પસાર કરાવવા માટે તૈયાર હોવાના સંકેત છે અને તેના પગલે સંસદના શિયાળુ સત્ર એક દેશ, એક ચૂંટણીના ખરડો પણ રજૂ કરી દેવાશે. તો વધુ એક વિધેયક જે જેમાં વડાપ્રધાન તથા મુખ્યમંત્રીઓ અને રાજયના અને કેન્દ્રના મંત્રીઓ જો કોઇ ફોજદારી અપરાધમાં 30 દિવસ સુધી પોલીસ કે ન્યાય કસ્ટડીમાં રહે તો આપોઆપ તેમના હોદ્દા પરથી દુર થઇ જાય તે સુધારા વિધેયક પણ સંસદમાં રજૂ કરવા માટે સરકાર તૈયાર છે.
ગઇકાલે આ અંગે દિલ્હીમાં ભાજપની એક ટોચની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ તથા સંસદીય મામલાના મંત્રી મંડળ સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહ અને એનડીએના સાથી પક્ષો મોજુદ હતા અને તેમાં હવે રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રીઓ આ બંને ખરડાઓ મંજૂર કરાવવા માટે વિપક્ષો સાથે સંકલન કરશે. એક વખત બે તૃતિયાંશ બહુમતીથી ખાતરી થઇ જાય પછી તુર્ત જ તે સંસદમાં રજુ કરાશે અને તે વચ્ચે હાલ જે અલગ અલગ પક્ષોમાંથી ભંગાણ પડીને નવા જુથો એનડીએમાં જોડાયા છે તેને લોકસભા અધ્યક્ષ આજે સાંજ સુધીમાં માન્યતા આપી દેશે.


