અમેરિકામાં આતંકવાદી પન્નૂની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકને ૧૯ વર્ષની સજા
(એજન્સી) ન્યૂયોર્ક તા.૨૧
અમેરિકાની એક અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાના કેસમાં ૧૯ વર્ષ અને ૭ મહિનાની જેલની સજા ફટકારી છે. ૫૫ વર્ષીય નિખિલે આ વર્ષની શરૂઆતમાં હત્યા માટે સોપારી આપવી, હત્યાનું કાવતરું રચવું અને મની લોન્ડરિંગના આરોપો કબૂલી લીધા હતા. શુક્રવારે સજા સંભળાવતી વખતે નિખિલે કોર્ટમાં પન્નૂની માફી પણ માંગી હતી. તેમણે કહ્યું કે તેમને પોતાના કરેલા કૃત્યનો અફસોસ છે અને તેઓ તેને બદલી શકતા નથી. ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ વિક્ટર મારેરોએ લગભગ ૮૦ મિનિટની સુનાવણી બાદ આ ચુકાદો સંભળાવ્યો.


