આજે પણ ઈન્ડિગોની ૧૦૦થી વધુ ફ્લાઈટ રદ્દ : એરપોર્ટ પર ભારે અફરાતફરી
(એજન્સી) નવી દિલ્હી,તા.૦૬:
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં મોટી ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે. બહુમોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થવા અને અનેક ફ્લાઇટ્સમાં વિલંબ થવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી છે. ઘણા મુસાફરોએ પૂર્વ સૂચના વિના ફ્લાઇટ રદ થવાની ફરિયાદ પણ કરી છે. દેશભરના એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ સર્જાયો છે. સતત ૫ાંચમાં દિવસે પણ ઇન્ડિગોનું સંકટ ઘેરાયેલું છે. આજે પણ મુંબઈ, દિલ્હી સહિત દેશભરના અનેક શહેરોમાં હજારોની સંખ્યામાં ફ્લાઇટો રદ્દ થઈ છે. જેના લીધે મુસાફરોને હાલાકી થઈ રહી છે. હજુ પણ ઇન્ડિગોની આ સ્થિતિને સામાન્ય થવામાં ઘણા દિવસની રાહ જોવી પડશે. ઇન્ડિગો એરલાઇન્સે પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરી હતી. લખનૌથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે અને ગુવાહાટી સહિત અનેક શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ પણ બે ફ્લાઇટ્સ રદ કરી છે.


