ઓખા હોમગાર્ડ યુનિટ દ્વારા પી.એસ.આઈ આર.આર. ઝરૂની બદલી થતા વિદાયમાન અપાયું
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. ર૬
ઓખા ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા પી.એસ.આઈની બદલી થતા વિદાય સમારોહ રાખવામાં આવેલ હતો. પી.એસ.આઈ આર.આર. ઝરૂને ઓખા હોમગાર્ડ યુનિટ દ્વારા સાફો પહેરાવી તેમજ દ્વારકાધીશની છબી, મોમેન્ટો આપી વિદાય આપવામાં આવેલ હતી. આ તકે ઓખા હોમગાર્ડ યુનિટના ઓફીસ ઈન્ચાર્જ પ્રલયભાઈ માંડલિયા તેમજ સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ તકે ઓખા પી.એસ.આઈ આર.આર. ઝરૂએ પણ ઓખા હોમગાર્ડ યુનિટના દરેક જવાનોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે બધાની કામગીરીથી ખૂબ સંતુષ્ટ છું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓખા યુનિટના ઈન્ચાર્જ પ્રલયભાઈ માંડલિયા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


