ક્રુડ ઓઈલનો ભાવ ૧૪૬ ડોલર થયો : પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા.૧૦ થી ૧પ નો વધારો થઈ શકે

ક્રુડ ઓઈલનો ભાવ ૧૪૬ ડોલર થયો : પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા.૧૦ થી ૧પ નો વધારો થઈ શકે

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૦:
ઈરાન દ્વારા ગલ્ફ દેશોમાં ઊર્જા સ્થાપનો પર નવા હુમલાઓને પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભાવમાં ૩૦ સુધીનો વધારો થયો છે.યુદ્ધ શરૂ થયા પછી ભારતમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જે ડોલર ૧૪૬ સુધી પહોંચી ગયા છે. આ વધારાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૦-૧૫ રૂપિયાનો વધારો થઈ શકે છે.ભારત ઇરાક, સાઉદી અરેબિયા, રશિયા અને યુએઈ પાસેથી તેલ ખરીદે છે. આ વિવિધ પ્રકારના તેલના સરેરાશ ભાવને ભારતીય બાસ્કેટ કહેવામાં આવે છે.