કાશ્મીરના ડોડાના મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ

કાશ્મીરના ડોડાના મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ

જમ્મુ-કશ્મીરના ડોડામાં ગુરૂવારે(આજે) ભારતીય સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 10 જવાન શહીદ થયા છે, જયારે 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને ઉધમપુર મિલિટરી હોસ્પિટલ સારવાર અર્થે લવાયા છે.
વધુમાં સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, ગાડીમાં કુલ 21 જવાન સવાર હતા. દરેક જવાનો ડોડાથી ઉપરની પોસ્ટ પર જઈ રહ્યા હતા. ત્યારે ભદ્રવાહ-ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ખન્ની ટોપ પાસે ડ્રાયવરે વાહન પરથી કાબુ ગુમાવતા વાહન ખીણમાં ખાબક્યું હતું. 
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સહીત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમજ જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહે અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલ સૈનિકો ઝડપથી સ્વસ્થ તે માટે કામના કરી હતી.