ગુજરાતમાં સાયબરફ્રોડનો આતંક : દૈનિક રૂા.૩.૬ર કરોડની છેતરપીંડી

ગુજરાતમાં સાયબરફ્રોડનો આતંક : દૈનિક રૂા.૩.૬ર કરોડની છેતરપીંડી

(એજન્સી)    અમદાવાદ,તા.૧૨:
સાયબર ફ્રોડ સામે સરકાર દ્વારા સતત અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવે છે. તેમ છતાં ફ્રોડનો આંકડો સતત વધી રહ્યો છે. દરરોજ ગુજરાતીઓના બેંક ખાતામાંથી સરેરાશ રૂા.૩.૬૨ કરોડ ચોરી લેવામાં આવે છે. માત્ર જાન્યુઆરી ૨૦૨૬માં જ સાયબર ગઠિયાઓએ દેશભરમાં ૧૧૨,૩૦, ૫૨,૪૮૧ રૂપિયાની છેતરપિડી કરી હતી. જે ડિજિટલ ક્રાઈમ નેટવર્કનો વ્યાપ વધી રહ્યો હોવાનું દર્શાવે છે. આ માત્ર સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાયેલા જ કિસ્સા છે. પરંતુ ઘણા લોકો બદનામી કે ઓળખ જાહેર થવાના ડરે ફરિયાદ નોંધાવતા નથી. ગુજરાત પોલીસના ડેટા મુજબ, રાજ્યમાં દરરોજ અંદાજે ૧૪૪ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર બુલિગનો શિકાર બની રહ્યા છે. માત્ર જાન્યુઆરી ૨૦૨૬માં ૪૪૬૮ કેસ નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટની લાલ આંખ છતાં ગુજરાતમાં લગભગ દરરોજ સાયબર ક્રાઈમની ઘટનાઓ નોંધાઈ રહી છે. કેટલાક કિસ્સાઓમાં, પીડિતો આત્મહત્યાના આરે પહોંચી ગયા છે.