ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો અને સાધનો સાથે એક ઝડપાયો

ગીરગઢડા અને જીલ્લા પોલીસ અંધારામાં રહી અને જૂનાગઢ વિંગ બ્રાન્ચ કામ કરી ગઈ

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો અને સાધનો સાથે એક ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૭ 
ANTF(એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ, જૂનાગઢ વિંગના પોલીસ ઇન્સ્પેકટર આર.જી. બારોટ, પી.એસ.આઇ. આર.બી. દેવમુરારી, હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ બાબુભાઈ અને સ્ટાફને માહિતી મળી હતી કે ગીરગઢડા તાલુકા પંથકમાં માદક નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય વોચ ગોઠવી ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે કોળી સમાજની વાડી પાછળ ઢોરા ઉપર રહેતા એક શખ્સ શંકાસ્પદ શખ્સને રોકી પૂછપરછ કરતા તેમનું નામ મહંમદભાઇ ફતેહમહમદ રીદ બ્લોચ(ઉ.વ.૪૩) રે. દ્રોણનું જણાવેલ અને તેમની અંગ જડતી લેતા તેમની પાસેથી ગાંજો ૩૫૦ ગ્રામ, મોબાઈલ ફોન, એક પ્લાસ્ટિકની ઝીપ વાળી બેગ ૩૭ નંગ અને કાળા કલરના પ્લાસ્ટિકના ઝબલા થેલી ૧૩૮ ગ્રામ, ચિલમ નંગ-૩ મળી કુલ રૂપિયા ૧૮૦૦૦નો મુદામાલ કબજે કરી ગીર ગઢડા પોલીસ સ્ટેશન લાવી NDPS એક્ટ ૧૯૮૫ કલમ ૮(સી), ૨૦(બી) ,૨(એ) ,મુજબ ગુનો દાખલ કર્યો હતો અને આ ગાંજો નો જથ્થો ક્યાંથી મેળવેલ અને કેટલા સમય થી વેચાણ કરતો હતો તે અંગે તપાસ કરી રહ્યા છે.