નવો રોડ બનાવતા પહેલા ભરાયેલી ગટર સાફ કેમ ન કરી?

જૂનાગઢ મહાનગર પાલિકાએ ગિરનાર રોડ પર વાઘેશ્વરી માતાજીના મંદિરથી ગાયત્રી મંદિર અને ત્યાંથી આગળની તરફ ભરાયેલી ભૂગર્ભ ગટરને ક્લિયર કરવા માટે તાબડતોડ જેસીબી લગાડીને ખોદકામ શરૂ કર્યું છે. ત્યારે સવાલએ ઊભો થાય છે કે, જયારે રોડ નવો બનાવવાનો હતો એ વખતે પહેલા ગટરની લાઈન ક્લિયર કરીને પછી રોડ બનાવવાનું મનપાના અધિકારીઓને કેમ ન સુઝ્યું?