જૂનાગઢની જીએમઈઆરએસ સિવીલ હોસ્પીટલમાં પેનાઈલ ફ્રેકચરની સફળ સર્જરી કરાઈ
જૂનાગઢ તા. 12
જૂનાગઢની સિવીલ હોસ્પીટલ આરોગ્ય સેવા માટે દિવસે દિવસે ખુબ જ ઉત્તમ સારવાર માટે પ્રસંશનીય બની રહી છે. દરમ્યાન તાજેતરમાં જ જીએમઈઆરએસ સિવીલ હોસ્પીટલમાં પેનાઈલ ફ્રેકચરની સફળ સર્જરી કરવામા આવી હતી.
આ અંગે મળતી વિગત અનુસાર 35 વર્ષીય પુરૂષ દર્દી ઇરેક્શન દરમ્યાન અચાનક "ક્લિક" જેવો અવાજ આવવા તથા શિશ્નમાં સોજાની ફરિયાદ સાથે જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે હાજર થયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પેનાઇલ ફ્રેક્ચરની શંકા જતા તાત્કાલિક શિશ્નનું અલ્ટ્રાસોનોગ્રાફી (USG) કરવામાં આવ્યું, જેમાં પેનાઇલ ફ્રેક્ચરનું નિદાન થયું. જરૂરી તપાસો પૂર્ણ કરી તથા એનેસ્થેશિયા ફિટનેસ મેળવ્યા બાદ દર્દીને તાત્કાલિક સર્જરી માટે આયોજન કરવામાં આવ્યું. સર્જરી વિભાગ માં CM સેતુ અંતર્ગત સેવા આપતા યુરોલોજિસ્ટ ડૉ. જયદીપ વાછાણી (એમ.સી.એચ. યુરોલોજી) દ્વારા એનેસ્થેશિયા ટીમના મહત્વપૂર્ણ સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવી. દર્દીની સર્જરી બાદની સારવાર દરમ્યાન કોઈપણ પ્રકારની કોમ્પ્લિકેશન જોવા મળી નહોતી અને દર્દીને ઓપરેશન બાદના ચોથા દિવસે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી. આ કેસ દર્શાવે છે કે પેનાઇલ ફ્રેક્ચર જેવી દુર્લભ અને તાત્કાલિક સારવાર માંગતી સ્થિતિમાં સમયસર નિદાન અને યોગ્ય સર્જરી દ્વારા ઉત્તમ પરિણામો મેળવી શકાય છે. જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, જૂનાગઢના તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે ડો. વાછાણીને બિરદાવતા જણાવ્યું છે કે યુરોલોજીસ્ટ દ્વારા અત્યારે આવા જટિલ ઓપરેશન તેમજ પ્રોસ્ટેટનું દૂરબીનથી ઓપરેશન થાય છે તેમ જણાવ્યું હતું.
તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ


