જૂનાગઢ શહેરમાં દિવસનાં પણ સ્ટ્રીટ લાઈટનાં અજવાળા : ઘોર બેદરકારી

જૂનાગઢ શહેરમાં દિવસનાં પણ સ્ટ્રીટ લાઈટનાં અજવાળા : ઘોર બેદરકારી

જૂનાગઢ તા. ૧
જૂનાગઢ મનપા તંત્રની બેદરકારીભરી કામગીરીને લઈને શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોય અથવા તો કોઈપણ કારણસર ફોલ્ટ આવેલ હોય તેને લીધે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા લોકોને દરેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની પણ પુરતી સુવિધા પુરી પાડવામાં આવતી ન હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. આ દરમ્યાન પ્રસ્તુત તસ્વીરમાં જૂનાગઢ શહેરમાં સવારનાં ભાગે પણ લાઈટ ચાલુ હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઈને ટીકાઓ તંત્ર સામે થઈ રહી છે.