ડ્રાઈવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થયા બાદ પણ ૩૦ દિવસ સુધી માન્ય રહેશે
(એજન્સી) ચંદીગઢ,તા.૦૨:
પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ડ્રાઇવિગ લાઇસન્સ તેની સમાપ્તિ પછીના ૩૦ દિવસ સુધી માન્ય રહે છે. ત્રીસમા દિવસે પણ થતા અકસ્માતો સંપૂર્ણપણે વીમા હેઠળ આવરી લેવામાં આવશે. હાઈ કોર્ટે વીમાકંપની દ્વારા દાવો નકારવાના પ્રયાસ સામે ચુકાદો આપ્યો હતો, કારણ કે અકસ્માત ૩૦ દિવસના ગ્રેસ પિરિયડમાં થયો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે મોટર વાહન અધિનિયમ સ્પષ્ટપણે ૩૦ દિવસનો ગ્રેસ પિરિયડ આપે છે જે દરમ્યાન સમાપ્ત થયેલું લાઇસન્સ માન્ય રહે છે.


