પટનાથી લખનૌ આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટ પર વિજળી પડી : ઈમરજન્સી લેન્ડિંગ

પટનાથી લખનૌ આવી રહેલી ઈન્ડિગો ફ્લાઈટ પર વિજળી પડી : ઈમરજન્સી લેન્ડિંગ

(એજન્સી)         લખનઉ,તા.૮:
પટનાથી લખનૌ આવી રહેલી ઈન્ડિગોની ફલાઈટ ખરાબ હવામાન વચ્ચે આકાશી વીજળીની ઝપેટમાં આવી ગઈ હતી. લગભગ ૧૭ હજાર ફૂટની ઊંચાઈ પર થયેલી આ ઘટના બાદ વિમાનને લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું છે. વીજળી પડવાને કારણે વિમાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. આ પછી પાયલોટે વિમાનને લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. ફલાઈટ નંબર ૬છ ૯૨૫ પટનાથી લખનૌ આવી રહી હતી. વિમાનમાં કુલ ૧૦૪ મુસાફરો સવાર હતા. ઘટના બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈપણ મુસાફર ઘાયલ થયા હોવાના સમાચાર નથી.