ફિલિપાઈન્સમાં ૭.૬ની તિવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

ફિલિપાઈન્સમાં ૭.૬ની તિવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
Dailymotion

(એજન્સી)        મનીલા તા.૧૦: 
ફિલિપાઇન્સના મિડાનાઓ પ્રદેશમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૭.૬ હતી, જેનું કેન્દ્ર ૬૨ કિમીની ઊંડાઈએ હતું. યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ ચેતવણી જારી કરી છે, જેમાં જણાવ્યું છે કે ખતરનાક સુનામી મોજા ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિમીની અંદરના દરિયાકાંઠે અથડાવી શકે છે. ફિલિપાઇન્સના અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા ૭.૨ માપવામાં આવી હતી, પરંતુ બાદમાં તે વધારીને ૭.૬ કરવામાં આવી હતી.આ ભૂકંપના પગલે તંત્ર દ્વારા સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે, જેને કારણે લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.