ભેટાળી ગામે ઢાળીયામાં નર દિપડો ઘુસી જતાં રેસ્કયુ કરાયું
(રાકેશ પરડવા દ્વારા) ગીર સોમનાથ તા. ૩૧
ગીર સોમનાથ જીલ્લાનાં ભેટાળી ગામે ઢાળીયામાં દિપડો ઘુસી ગયો હોવાનો બનાવ બનવા પામેલ છે. ગોપાલભાઈ રાશીંગભાઈ ઝાલાનાં ઢાળીયામાં દિપડો ધુસ્યો હતો. પાંચથી નવ વર્ષની ઉંમરનો નર દિપડો હોવાનું અનુમાન કરવામાં આવે છે. આ અંગેની જાણ કરવામાં આવતાં વેરાવળ આરએફઓ સહીત વન વિભાગ અને વેટરનરી ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દિપડાનું રેસ્કયુ કરાયું હતું. અને અમરાપુર એનીમલ કેર ખાત ખસેડવામાં આવ્યો હતો.


