માંગરોળ ખાતે ડીસ્ટ્રીકટ જજ શ્રી બી.જી. દવેના વરદ્હસ્તે સિનીયર સિવીલ કોર્ટનું ઉદ્ઘાટન કરાયું
માંગરોળ તા. ર૧
માંગરોળ ખાતે આજે જીલ્લાની વિવિધ કોર્ટના જજની ઉપસ્થિત વચ્ચે સિનિયર કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે માંગરોળ, કેશોદ તથા માળિયાના સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ હાજરી આપી હતી. માંગરોળ કોર્ટમાં કેસોનું ભારણ વધુ હોય, વર્ષોથી સિનિયર કોર્ટની કરવામાં આવેલી માંગણી આખરે સ્વીકારવામાં આવી હતી. આજે કોર્ટ કંપાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ બી.જી.દવેના વરદહસ્તે સિનિયર કોર્ટનું ઉદઘાટન કરાયું હતું.
દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાર એસો.ના પૂર્વ પ્રમુખ આર.એ.ડાકીએ મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમમાં પી.એચ.સિંઘ (પ્રિન્સિ. જજ, ફેમિલી કોર્ટ, જુનાગઢ), એચ.બી. ત્રિવેદી (એડી. ડિસ્ટ્રી. જજ, કેશોદ), એચ.જી. દામોદ્રા (પાંચમા એડી. ડિસ્ટ્રી. જજ, જુનાગઢ), એ.આર.રાણા (છઠ્ઠા એડી. ડિસ્ટ્રી. જજ, જુનાગઢ), એફ.એફ. બોરડીવાલા (સિનિયર સિવિલ જજ, માંગરોળ કેમ્પ), એ.એમ.મહેતા (સિવિલ જજ, માંગરોળ કોર્ટ), જે.એન.શ્રીમાળી (આસિ. પબ્લિક પ્રોસિકયુટર) સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ વકીલ મંડળના પ્રમુખ એમ.એમ.ખાણીયા તથા ઉ.પ્ર. એ.એન.પાટીલ એડવોકેટ ઇન્દ્રજીત પરમાર. એડવોકેટ કાનાભાઈ ચાવડા, રમેશ ડાકી સહિતના વકીલોએ સિનિયર કોર્ટ શરૂ થતા ખુશી વ્યક્ત કરી તમામ સિનિયર જજીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


