મંત્રીઓ, IAS અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારના કેસોનો ઉકેલ ઝડપથી લાવવો જાેઈએ : મદ્રાસ હાઈકોર્ટ

મંત્રીઓ, IAS અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારના કેસોનો ઉકેલ ઝડપથી લાવવો જાેઈએ : મદ્રાસ હાઈકોર્ટ
Live Law

(એજન્સી) તા.૧૬
મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં અવલોકન કર્યું કે, વર્તમાન તેમજ ભૂતપૂર્વ મંત્રીઓ, અન્ય ધારાસભ્યો, ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓ અને આવા અન્ય વ્યક્તિઓ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસોને લાંબા સમયથી ચાલતી પ્રક્રિયાઓની "જાળ"માં રાખવાની મંજૂરી આપવી જાેઈએ નહીં અને તેના બદલે, ફોજદારી ન્યાય પ્રણાલી ઉપર જનતાનો વિશ્વાસ મેળવવા માટે શક્ય તેટલી ઝડપથી તેમનો ઉકેલ લાવવો જાેઈએ. ૨૦૧૪થી ૨૦૧૮ દરમ્યાન ભૂતપૂર્વ એઆઈએડીએમકે મંત્રી એસ.પી. વેલુમાનીના કાર્યકાળ દરમ્યાન કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપવામાં રૂા.૯૮.૨૫ કરોડની કથિત ગેરરીતિઓ માટે ૨૦૨૧માં નોંધાયેલા કેસમાં ટ્રાયલ શરૂ ન કરી શકવા બદલ વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન (DVAC) ડિરેક્ટોરેટ અને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી (DVAC) ઉપર નારાજગી વ્યક્ત કર્યા બાદ ન્યાયાધીશ એન. આનંદવેંકટેશે તેમના વચગાળાના આદેશમાં આ અવલોકનો કર્યા હતા. ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન અરાપ્પોર ઇયક્કમના જયરામ વેંકટેસન દ્વારા DVAC અધિકારીઓ સામે દાખલ કરાયેલી કોર્ટના તિરસ્કારની અરજીમાં ન્યાયાધીશે અરજદારના વકીલ વી. સુરેશ સાથે સંમતિ વ્યક્ત કરી હતી કે અધિકારીઓનું વર્તન ચોક્કસપણે બેદરકાર હતું. તેમ છતાં, તેમને વધુ એક તક આપવા માટે, ન્યાયાધીશે અવમાનના અરજી ઉપર સુનાવણી ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી મુલતવી રાખી છે. વધારાના સરકારી વકીલ ઇ. રાજ તિલકએ કોર્ટને ખાતરી આપી કે DVAC ચાર અઠવાડિયામાં બધા સ્થાનિક દસ્તાવેજાેનું અંગ્રેજીમાં ભાષાંતર કરશે અને પછી બે IAS અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવા માટેકેન્દ્રને દરખાસ્ત મોકલશે, ત્યારે ન્યાયાધીશે તેમને આગામી સુનાવણીની તારીખે પ્રગતિનો અહેવાલ આપવા અને સંબંધિત અધિકારીઓને શા માટે સજા ન કરવી જાેઈએ તે અંગે સમજૂતી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જજે કહ્યું, જાે DVACને એપ્રિલ ૨૦૨૪માં તેમના દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો તેણે સમય લંબાવવા માટે યોગ્ય અરજી દાખલ કરવી જાેઈતી હતી. જાે કે, તે આવી કોઈ અરજી દાખલ કરવામાં નિષ્ફળ ગઈ હતી. વધુમાં, વર્તમાન અવમાનના અરજી દાખલ કર્યા પછી પણ, તપાસ એજન્સી આ કેસમાં કોઈ મંત્રીઓ, IAS અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારના કેસોનો ઉકેલ ઝડપથી લાવવો જાેઈએ. મદ્રાસ હાઈકોર્ટ નોંધપાત્ર પ્રગતિ દર્શાવવામાં નિષ્ફળ ગઈ હતી. તેમણે DVACના આ ખુલાસાને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો કે તેમણે ખરેખર બે IAS અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા માટે કેન્દ્રને દરખાસ્ત મોકલી હતી, પરંતુ સ્થાનિક ભાષામાં સહાયક દસ્તાવેજાેની અનુવાદિત નકલોના અભાવે દરખાસ્ત પરત કરવામાં આવી હતી. ન્યાયાધીશે કહ્યું કે, DVAC, ફક્ત ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરતી એક વિશેષ એજન્સી હોવાથી, આવી જરૂરિયાતોથી વાકેફ હોવી જાેઈએ. તેમણે કહ્યું કે, સ્થાનિક દસ્તાવેજાેની અનુવાદિત નકલો સબમિટ કરવાની જરૂરિયાત ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪થી જ અમલમાં આવી હતી અને તેથી, DVAC એક વર્ષ પછી પણ તેને બહાના તરીકે રજૂ કરી શકતું નથી. આ અદાલતે શોધી કાઢ્યું છે કે પ્રતિવાદીએ આ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું અક્ષરશ: પાલન કર્યું નથી. પ્રતિવાદીનું આચરણ ચોકકસપણે અયોગ્ય વર્તન દર્શાવે છે.