રાજસ્થાનના 76 વર્ષીય સીનીયર સીટીઝન દ્વારા રાજસ્થાનથી દ્વારકાની 700 કિમી દંડવત યાત્રા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.23
સાકારામ રાજપૂત નામના 76 વર્ષીય સીનીયર સીટીઝન આજરોજ રાજસ્થાનથી યાત્રાધામ સુધીની 700 કિમીની અત્યંત કઠિન દંડવત યાત્રા પૂર્ણ થવા જઈ રહી છે. ભગવાન દ્વારકાધીશમાં અડગ શ્રદ્ધા ધરાવતા સાકારામે અડગ મનોબળ સાથે ભારે કપરી ગણાતી યાત્રા પૂર્ણતાને આરે છે ત્યારે ઠાકોરજીને ત્રીજી દંડવત યાત્રા પૂર્ણ કરવા પ્રેરણા મળતા ધન્યતા અનુભવી હતી. સાકારામ રાજપૂત દ્વારા તેમના જીવનકાળમાં દ્વારકા યાત્રાધામની આ ત્રીજી વખતની દંડવત યાત્રા છે.


