વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે ખેત મજૂર પર હુમલો કરનાર દિપડો પાંજરે પુરાયો
(પ્રતિનિધિ દ્વારા) પ્રભાસ પાટણ તા.23
પ્રભાસ પાટણ વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે ત્રણ દિવસ અગાઉ ખેત મજૂર ઉપર હુમલો કરી માનવ ઈજા કરી ભયનો માહોલ સર્જનાર દિપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવાયેલ પાંજરામાં ઝડપાઈ ગયો છે. દીપડાને વેરાવળ રેન્જ આર.એફ.ઓ. કલસરિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ એચ. એમ. મેર, ડી.બી.ચૌધરી સહિતની ટીમે સફળતા પૂર્વક આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને પાંજરા ઉપર કેમેરા દ્વારા સત્તત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું. આ દીપડા ગઈકાલે સવારે છ કલાકે પાંજરે કેદ થયેલ છે જેની ઉંમર આશરે પાંચથી નવ વર્ષ જાતે માદા છે. કેદ કરાયેલ દીપડાને એનિમલ કેર સેન્ટર અમરાપુર ખાતે ખસેડવામાં આવેલ છે.


